આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટુંકા સત્ર નો પ્રારંભ 

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. લોકસભા ચૂંટણીને પગલે આ બજેટ સત્રમાં માત્ર લેખાનુદાન રજૂ થશે. આ સત્રના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે 'આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ,ખેડૂતોના દેવા માફ કરો'ના સૂત્રો પોકારી ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.જેને પગલે રાજ્યપાલ 7  મિનિટમાં જ પ્રવચન પૂરું કરી રવાના થયા હતા. રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટના વિરામ પછી વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. જેમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ સિવાય પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી અને પૂર્વ મંત્રી મનોહરસિંહ જાડેજાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.