રવિવારે ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ વન ડે

ટેસ્ટ શ્રેણીમાં પ્રવાસી ટીમ વેસ્ટ ઈન્ડિઝનો 2-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ ભારતીય ટીમ હવે વનડે અને T20 શ્રેણી માટે સજ્જ થઈ ગઈ છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 વન ડે તથા 2 T20 રમાશે. 21 ઓક્ટોબરથી બંને વન ડે શ્રેણી રમશે. ભારતીય ટીમે શુક્રવારે ગુવાહાટીમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં ખેલાડીઓ ફૂટબોલ રમ્યા હતા.