ઘૂસણખોરી કરતાં બાળકોને તેમના પરિવારથી અલગ કરવાની પોલીસીમાં ફેરફાર 

અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ મુદ્દે પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પનું વલણ દરેક પળે બદલાઇ રહ્યું છે. ગત બુધવારે જ પ્રેસિડન્ટે બોર્ડરથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં ઇમિગ્રન્ટ્સના બાળકોને તેમના પરિવારથી અલગ કરવાની પોતાની પોલીસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. જ્યારે શુક્રવારે સાંજે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના હાથે માર્યા ગયેલા પરિવારોને મળ્યા હતા.