રૂપાલમાં ‘પલ્લી’ પર લાખો મણ ઘીનો અભિષેક

રૂપાલ ગામે ભરાતી વરદાયિની માતાના પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી ભક્તો રૂપાલ ગામે પહોંચ્યા હતા. આસો સુદ નોમના દિવસે તો રૂપાલ ગામમાં ઘીની બજાર ભરાયેલો જોવા મળ્યો હતો. તમામ ચોકમાં શ્રધ્ધાળુઓનાં માનતાનાં ઘીનાં ટ્રેકટર અને બેરલ ભરેલા જોવા મળ્યા હતા. તેમજ પીપમાં ભરેલા કે ટ્રેકટરમાં સંગ્રહ કરેલા ઘીથી માતાજીની પલ્લીરથ પર અભિષેક કરવામાં આવ્યો હતો. જેથી ગામની તમામ શેરી મહોલ્લામાં ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. પલ્લીરથ હંકારતાં લોકો પણ ઘીમાં સ્નાન કરેલા જોવા મળ્યા.