ગુજરાતભરમાં કરૂણા અભિયાનનો આરંભ

પતંગની મજા પશુ પક્ષીઓ માટે મોતની સજા બની જાય છે. ત્યારે તેના રેસ્ક્યૂ અને સારવાર માટે ગુજરાતભરમાં ટોલફ્રી નંબર 1962 શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જે પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર ગુજરાત બનાવવાની નેમ છે.