રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવાર સવારે 4 વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતી. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળક છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તે રણધીર, રિષી, રાજીવ, રીમા, રિતુની માતા હતી. તે કરીના, રણબીર, રિદ્ધિમા કપૂરની દાદી હતી.