રોહિંગ્યા નાગરીકોને પરત મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા શરૂ 

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા નાગરીકોને પરત મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવારે સાત રોંહિગ્યા નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. એટલે કે હવે દરેક સાત રોહિંગ્યા નાગરિકોને આજે જ પરત મોકલી દેવામાં આવશે.