અમદાવાદમાં હાર્દિક પટેલના 25મી ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ

હાર્દિક આજે 25 ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ ખાતે ઉપવાસમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. તેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો સહિત માત્ર 100 જેટલા પાટીદારો જોડાયા છે.હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ આવતા પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કરવાનું શરૂ કર્યું છે. મહેસાણામાં સુરેશ ઠાકરે અને સતિષ પટેલ સહિતના અટકાયત કરાઈ છે. જ્યારે બનાસકાંઠામાં 19 પાટીદાર યુવાનોને પાલનપુરથી અટકાયત કરી છે. જ્યારે પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલની કાલોલથી અટકાયત કરાઈ છે. સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ છે.