રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના સંગઠનની રચનાને લીલી ઝંડી

લોકસભાની 2019ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ પણ જોરશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના સંગઠનની રચનાને લીલી ઝંડી આપતાં સંગઠનમાં નિમણૂકોનો માર્ગ મોકળો થયો છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર મહિનામાં બે તબક્કામાં આ સંગઠનની નિમણૂકો જાહેર કરવામાં આવશે