વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી ડીસેમ્બરમાં બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી આગામી 21 અને 22 ડીસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તે પહેલાં કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમની મુલાકાતે જશે અને ત્યાર પછી વડોદરામાં ભાજપ મહિલા મોરચાના કાર્યક્રમમા હાજર રહેશે. 
મોદી 21 ડીસેમ્બરે ગુજરાત આવી જશે અને દેશભરનાં રાજ્યોના પોલીસ વડાઓની ડી.જી. કોન્ફરન્સમાં ભાગ લેશે. એ જ દિવસે કેવડીયા ખાતે ઉભા કરાયેલા વિશ્વ વનનું લોકાર્પણ કરશે. 22 ડીસેમ્બરે મોદી વડોદરામાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમા હાજરી આપશે અને સમાપન સંબોધન કરશે.