ગુજરાતમાં 21 અધિકારીઓની કરવામાં આવી બદલી!!!!!!!

ગાંધીનગરઃ જસદણ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે રાજ્યમાં 21 અધિકારીઓની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં નિમણૂકની રાહ જોતા અમુક અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) વાય એસ ચૌધરીની હિંમતનગરના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. શિહોરના પ્રાંત ઓફિસર પી એલ ઝકાંતની અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (લેન્ડ રિફોર્મ્સ) તરીકે બદલી કરવામાં આવી છે.

ખેડાના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર એ આર પટેલની ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ તરીકે બદલી કરવામાં આવી છે. બારડોલીના પ્રાંત ઓફિસર પી આર જાનીની સુરત(શહેર)ના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. હિંમતનગરના પ્રાંત ઓફિસર બી.એ.પટેલની ખેડાના ડિસ્ટ્રીક્ટ સપ્લાઇ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.સુરતના સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-1ના જે પી મિયાત્રાની સુરતમાં જ સ્પેશિયલ લેન્ડ એક્વિઝિએશન ઓફિસર, યુનિટ-4 તરીકે બદલી કરવામાં આવી છે.