નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16થી 17 પૈસા અને ડીઝલના ભાવોમાં 19થી 20 પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે એકવાર ફરી વધારો થયો. આ સતત દસમો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે તેલની કિંમતો તેના ખિસ્સા પર બોજો વધારી શકે છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16થી 17 પૈસા અને ડીઝલના ભાવોમાં 19થી 20 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 પ્રતિ લીટર, ડીઝલ 71.34 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 86.72 રૂપિયા/લીટર થયું, જે કોઇપણ મેટ્રોસિટીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.