5 લાખથી વધુ આવકવાળા આજે રિર્ટન નહીં ભરે તો બમણો દંડ લાગશે

પાંચ લાખ રૂપિયાથી વધુ આવકવાળા કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી રિર્ટન નહિ ભરે તો તેમને બમણો દંડ ચુકવવો પડશે. 31 જૂલાઈ સુધી રિર્ટન કોઈ પણ પ્રકારનાં દંડ વિના ભરી શકાશે. ત્યારબાદ 1 ઓગસ્ટ થી 31 ડિસેમ્બર સુધી 5 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવા કરદાતાઓને 5 હજાર રૂપિયાનો દંડ ચુકવ્યા બાદ જ રિર્ટન ભરવા દેવાશે. જો હજુ પણ કરદાતાઓ દંડ નહિ ભરે તો 1લી જાન્યુઆરીથી દંડની રકમ 10 હજાર રૂપિયા થશે. આ દંડ ભરીને કરદાતાઓ 31 માર્ચ,2019 સુધી રિર્ટન ફાઈલ કરાવી શકશે. આ ઉપરાંત મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ATM અને ડેબિટ કાર્ડ પણ 31 ડિસેમ્બર સુધી જ ચાલશે.

1લી જાન્યુઆરીથી નોન સિટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.