કેનેડા તરફ ભારતીયોની આંધળી દોટ, સિટિઝનશિપ લેનારાઓની સંખ્યા 50 ટકા વધી

કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.