સીબીઆઇએ લૂકઆઉટ નોટિસમાં ફેરફાર પર પોતાની ભૂલ માની

લંડનમાં વિજય માલ્યાએ નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાતના દાવાને લઇને શરૂ થયેલા વિવાદ વચ્ચે સીબીઆઇએ લૂકઆઉટ નોટિસમાં ફેરફાર પર પોતાની ભૂલ માની હતી. માલ્યાને નોટિસમાં અટકાયતને બદલીને ફક્ત જાણકારી આપવાનો ફેરફાર કરાયો હતો. સીબીઆઇએ ગુરુવારે કહ્યું હતું કે, વિજય માલ્યા વિરુદ્ધ 2015માં લૂકઆઉટ સર્કુલરમાં ફેરફાર કરીને ‘એરર ઓફ જજમેન્ટ’ કરવામાં આવ્યું હતું. તે સમયે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સવાલ ઉઠાવ્યા હતા.