SC/ST કાયદાના વિરોધમાં સવર્ણોનું ભારત બંધ

કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટીને SC/ST એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપે સાગુ કરવાના વિરોધમાં આજે સવર્ણોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધ દેશના ઘણાં સવર્ણ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સવારથી જ દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે.