જાલેલી ફૌજદરા ગામની પાસે એરફોર્સનું મીગ 27 પ્લેન ક્રેશ

જાલેલી ફૌજદરા ગામની પાસે મંગળવારે સવારે 9 વાગે એરફોર્સનું મીગ 27 પ્લેન ક્રેશ થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાઈલટને બહાર નીકળવામાં સફળતા મળી છે. પ્લેન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. ઈન્ડિયન એરફોર્સે જણાવ્યું કે, પ્લેન રુટીન પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે. આ એક્સિડન્ટ કેમ થયો તેની તપાસ કરવામાં આવશે.