પંજાબના અમૃતસરમાં એક રેલવે દુર્ઘટનામાં 70 લોકોના મોત

પંજાબના અમૃતસરમાં શુક્રવારે એક રેલવે દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા છે. હકીકતમાં અમૃતસરના જોડા ફાટક પાસે શુક્રવારે સાંજે દશેરામાં રાવણદહન જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. લોકો રેલના પાટા પર ઊભા રહીને રાવણદહન જોઈ રહ્યા હતાં ત્યારે જ અચાનક એક ટ્રેન ખૂબ સ્પીડમાં આવી અને લોકોને કચડીને આગળ જતી રહી. રેલવે ટ્રેક પર ઊભા રહીને રાવણદહન જોતા લોકો ટ્રેનમાં કચડાઈ જવાથી અંદાજે 70 લોકોના મોત થયા છે અને અન્ય 142 લોકો ઘાયલ થયા છે.