હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત

પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે.ગઈકાલે(29 ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ આજે હાર્દિક પટેલ તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે ચુકાદો આવશે. તેમજ આજે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે આરોપો ઘડવામાં આવશે. આ દરમિયાન જો તે કોર્ટમાં હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ પણ નીકળી શકે છે.