કોરેગાંવ-ભીમ હિંસા: સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં SIT તપાસ નહીં

કોરેગાંવ-ભીમ હિંસા મામલે ધરપકડ કરાયેલાં 5 માનવાધિકાર કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી અને તેમની ધરપકડ મામલે SIT તપાસની માગવાળી ઈતિહાસકાર રોમિલા થાપર અને અન્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં SIT તપાસ નહીં થાય તેમ જણાવી તમામ પાંચેય કાર્યકર્તાઓને વધુ 4 અઠવાડીયા સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યાં છે.