ગાંધીનગરમાં આજથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિવારણ ઝુંબેશ

મદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિવારણથી નાગરિકોને રાહત થતા રાજય સરકારે આ ઝુંબેશને વધુ આગળ વધારવાનું નક્કી કર્યુ છે. વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠ મહાનગરોના મ્યુ.કમિશ્નર, પોલીસ કમિશ્નર સહિત ટોચના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં અમદાવાદની જેમ જ બાકીના વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં યાતાયાત સરળ કરવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઝુંબેશ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.