ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત

રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં વિવાદ છેડાયેલો છે જ્યારે આજે રામનગરી આયોધ્યા દિવડાઓથી સજાવવામાં આવી હતી. જ્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મોટી જાહેરાત કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ CM યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કરી છે. CM યોગી આદિત્યનાથે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી કહ્યું કે, અયોધ્યા સાથે કોઇ અન્યાય નહી કરી શકે. આ ઉપરાંત યોગીએ જણાવ્યું કે, અયોધ્યા અમારી આન, બાન અને શાનનું પ્રતિક છે. અયોધ્યાની ઓળખ ભગવાન રામ સાથે છે. આજથી ફૈઝાબાદનું નામ અયોધ્યા હશે.