કાશ્મીરમાં વરસાદના કારણે અમરનાથ યાત્રા રોકાઈ, 5 શ્રદ્ધાળુઓના મોત

કાશ્મીરના ખીણ વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે અહીં અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. મંગળવારે સાંજે ભૂસ્ખલનથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમાં ચાર પુરુષ અને એક મહિલા સામેલ છે. પોલીસે જણાવ્યું કે, બાલટાલમાં રેલવે અને બરારીમાર્ગની વચ્ચે જમીન ધસી હોવાની ઘટના બની છે. આમ, આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. સોમવારથી મંગળવાર સવાર સુધી અલગ અલગ કારણોથી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ પહેલાં બીએસએફના એક ઓફિસર, એક સ્વયંસેવક અને એક પાલખી ઉપાડનાર વ્યક્તિનું પણ મોત થયું હતું.