બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસમાં સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.