મગફળી કૌભાંડને કોંગ્રેસ ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઈ રહી છે

માળિયા હાટીનાની મોટી ધણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં માળિયાના તાલુકા ભાજપ પ્રમુખ અને યુવા મોરચાના ઉપપ્રમુખના નામ ખૂલતાં બંનેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. મગફળી કૌભાંડને કોંગ્રેસ ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઈ રહી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમની સાથે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ 4 વાગ્યે ધડાકા કરશે.