પાકિસ્તાનમાં ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોવાના સંકેત આપ્યા

પાકિસ્તાનમાં ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, બીએસએફ જવાન નરેન્દ્ર નાથ સાથે કરવામાં આવેલી બર્બરતાના બદલામાં બે-ત્રણ દિવસ પહેલાં જ બધુ ઠીક કરી દેવામાં આવ્યું છે. પરંતુ તે વિશે હમણાં કશુ નહીં કહું. આ પહેલાં પણ 29 સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ પાકિસ્તાનના પીઓકેમાં ત્રણ કિમી સુધી અંદર ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈકલ કરી હતી. ત્યારે સેનાના જવાનોએ 40 કરતાં વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.