રીયો ડી જાનેરોમાં આવેલું રાષ્ટ્રીય મ્યુઝિયમ ભીષણ આગ

બ્રાઝિલના પાટનગર રીયો ડી જાનેરોમાં આવેલું રાષ્ટ્રીય મ્યુઝિયમ ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયું છે.આ મ્યુઝિયમ બ્રાઝિલની વિજ્ઞાન સાથે જોડાયેલી સૌથી જૂની સંસ્થા છે.તેમાં ઘણી દુર્લભ વસ્તુઓ સંગ્રહાયેલી હતી, જેને નુકસાન થયું હોવાના સમાચાર છે. અહીં લગભગ બે કરોડ વસ્તુઓ રાખેલી હતી.આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં શોધવામાં આવેલા સૌથી જૂના માનવ અવશેષો સચવાયેલા હતા, જે અમેરિકામાં મળી આવ્યા હતા.એવો ભય છે કે આ તમામ વસ્તુઓ આગમાં બળીને રાખ થઈ શકે છે.હજી સુધી આગ લાગવાના કારણોની જાણ નથી થઈ અને તેમાં કોઈના મૃત્યુના પણ સમાચાર નથી.