ઈશા અંબાણી તથા આનંદ પીરામલ ઓફિશિયલી સગાઈ ઈટાલીમાં

શુક્રવારના રોજ ઈશા અંબાણી તથા આનંદ પીરામલ ઓફિશિયલી સગાઈ કરવાના છે. આ સગાઈ ઈટાલીમાં છે. જેમાં અંબાણી તથા પીરામલ પરિવારના ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હાજર રહેશે. સગાઈની વિધિ ત્રણ-ત્રણ દિવસ સુધી ઈટાલીના લેક કોમોમાં ચાલવાની છે. ચર્ચા છે કે નવેમ્બરમાં દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ લેક કોમોમાં જ લગ્ન કરવાના છે. ઈશા અંબાણીની સગાઈની દુનિયા લાંબા સમય સુધી યાદ રાખશે.