ચીનના બે હેલિકોપ્ટર લદ્દાખમાં ઘૂસ્યા

ચીને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપલ્સ લિબરેશન આર્મીના બે હેલિકોપ્ટર 27 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ચીન સાથે જોડાયેલા લદ્દાખના ટ્રિગ હાઈટ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અંદાજે 10 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યા પછી તેઓ પરત ફર્યા હતા. ભારત-તિબેેટ સીમા પોલીસે તેનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ટ્રિગ હાઈટ ભારતની રણનીતિ માટે ખૂબ મહત્વનું છે. આ જ વિસ્તારમાં દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ છે. ચીને અહીં ઘણી વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે.