બેન્ડબાજા, હાથી-ઘોડા તેમજ ભજન મંડળીઓ સાથે આ જળયાત્રા નીકળી

સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરેથી દરવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢીબીજના દિવસે રથયાત્રા નીકળશે. આ રથયાત્રાના ભાગરૂપે આજે મંદિરેથી જળયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી પૂજન વિધિમાં ભાગ લીધો હતો. બેન્ડબાજા, હાથી-ઘોડા તેમજ ભજન મંડળીઓ સાથે આ જળયાત્રા નીકળી હતી. રથયાત્રા પહેલાની નાની યાત્રા એટલે જળયાત્રા. જેમાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરાશે.