બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા એક્ટર રણવિર સિંહ લગ્ન કરવાના છે.

21 સપ્ટેમ્બરના રોજ ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ આનંદ પીરામલ સાથે લેક કોમોમાં થઈ હતી. હવે, લેક કોમોમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા એક્ટર રણવિર સિંહ 14-15 લગ્ન કરવાના છે. ઈટાલીની આ જગ્યા પોતાની નેચરલ બ્યૂટીને કારણે દુનિયાભરમાં લોકપ્રિય છે. લેક કોમો ઈટાલીનું ત્રીજું સૌથી મોટું લેક છે. 146 સ્કેવર કિમીમાં ફેલાયેલું આ લેક અંદાજે 1300 ફૂટ ઊંડું છે. રોમન કાળથી આ જગ્યા પ્રવાસીઓમાં ઘણી જ લોકપ્રિય છે. એક રિપોર્ટ મુજબ, અહીંયા લગ્નના પ્રતિ કલાક 16 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.