છત્તીસગઢમાં 18 સીટ માટે પહેલાં તબક્કાનું મતદાન શરૂ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કાનું 18 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. તેમાં બસ્તરની 12 અને રાજનાંદગાંવ જિલ્લાની 6 સીટો સામેલ છે. 31.79 લાખ મતદારો આગામી સરકારને ચૂંટશે. કુલ 190 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તેમાંથી 42 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 7 ઉમેદવારો સામે ગુનાહિત કેસ દાખલ છે. ભાજપનો ક્રિમિનલ રેકોર્ડવાળો કોઈ ઉમેદવાર નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 12 સીટ મળી હતી.