બોલિવૂડના અભિનેતા કાદર ખાન હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડના અભિનેતા કાદર ખાનની તબીયત સારી નથી. તેમને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારથી આખું બોલિવૂડ દુઃખી જોવા મળ્યું છે. જોકે આ વચ્ચે તેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે કાદર ખાનના પુત્રએ આ વાતનું ખંડન કરતાં કહ્યું છે કે, આ માત્ર અફવા છે. અમિતાભ બચ્ચનથી લઈને રવીના ટંડન જેવા સ્ટાર્સે ટ્વિટ કરીને કાદર ખાનના સારા સ્વાસ્થ્યની ભગવાનને પ્રાર્થના કરી છે.સોશિયલ મીડિયામાં છેલ્લા એક દિવસથી અફવા ચાલી છે કે કાદર ખાનનું નિધન થયું છે. આ અફવા બાદ કાદર ખાનના પ્રશંસકો તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરવા લાગ્યા હતા. પરંતુ કાદર ખાનના પુત્ર સરફરાઝે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમના પિતાના નિધનના સમાચાર ફક્ત અફવા જ છે.