સુપ્રીમ કોર્ટમાં કલમ 35Aને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા રાખવામાં આવેલા બંધ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં કલમ 35Aને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે મોટી બેન્ચ વિશે અરજી કરનારને સવાલ પૂછ્યા હતા. ત્યારપછી 27 ઓગસ્ટની તારીખ આપવામાં આવી છે. આ કેસની સુનાવણી હવે 27 ઓગસ્ટે કરવામાં આવશે. આગામી સુનાવણીમાં જ નક્કી કરવામાં આવશે કે આ કેસની સુનાવણી બંધારણીય બેન્ચ કરશે કે નહીં. નોંધનીય છે કે, આ સુનાવણીના કારણે જ ભાગલાવાદી નેતાઓ દ્વારા બે દિવસના બંધની જાહેરાત કરવામાં આવી હતી. આજે તેનો બીજો દિવસ છે.