સેન્સેક્સ 37 પોઇન્ટના વધારા સાથે 37,643.87ના સ્તરે ખુલ્યો

RBIની બેઠકના પરિણામ પહેલા બુધવારે સ્થાનિક શેર માર્કેટની ફ્લેટ શરૂઆત થઈ. પરંતુ શરૂઆતના કારોબારમાં તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવી ઉંચાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 37 પોઇન્ટના વધારા સાથે 37,643.87ના સ્તરે ખુલ્યો. બીજી તરફ, નિફ્ટીની શરૂઆત 3 પોઇન્ટના ઉછાળા સાથે 11,359.80ના સ્તરે પથઈ. હેવીવેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, એસબીઆઈ, આઈટીસી, મારૂતિ, એચયૂએલમાં ખરીદીથી સેન્સેક્સ 37.711.87ના નવા રેકોર્ડ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો, જ્યારે નિફ્ટીએ 11,386.90 સુધી પહોંચ્યો.