રૂપાણી આજે સાંજે ઈઝરાયેલના કૃષિ પ્રધાન ઉરી એરિયલ સાથે પણ બેઠક કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસ માટે ઈઝરાયેલના પ્રવાસે પહોંચી ગયા છે. મુખ્યપ્રધાન આજે પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઈઝરાયેલના તેલ અવીવ ખાતે પહોંચ્યા હતા. મુખ્યપ્રધાનનું તેલ અવીવ એરપોર્ટ પર ઈઝરાયેલના મુંબઈ સ્થિત કાઉન્સીલ જનરલ યા આકોવ ફિનકેસ્ટેલિન અને ઈઝરાયેલના ભારતીય રાજદૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન આજે પોતાના ઈઝરાયેલ પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે શફાદાનની ધી ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેશે.