મેયરની ચૂંટણી પહેલાં જ હાઇ વોલ્ટેજ ડ્રામા કોંગ્રેસનો યુવા સભ્ય ગાયબ થતા ગરમાવો

ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર ચૂંટણીએ આજે લોહીયાળ બની ગઇ છે. આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાની સેવાના નામે મેવા ખાવાની સ્પર્ધામાં ભાજપ અને કોંગ્રેસ લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને કારણે થોડા મહીના પહેલા વિધાનસભામાં થયેલા રણસંગ્રામની યાદ તાજી થઇ ગઇ છે. સમગ્ર સભા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી અને જેને પગલે લોકશાહીને લાંછન લાગ્યું હતું