આકાશમાં 104 વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે

આજની રાત્રે આકાશમાં 104 વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. પૂર્ણ ગ્રહણનો સમયગાળો 1 કલાક અને 43 મિનિટનો રહેશે. ગ્રહણ દરમ્યાન પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર લાલ અથ‌‌વા ભૂખરા રંગનો થઈ જશે, જેના કારણે તે બ્લડ મૂન નામે ઓળખાય છે. સમગ્ર ભારત સહિત આફ્રિકા, મધ્ય પૂર્વ સહિત દક્ષિણ એશિયાના દેશોમાં નરી આંખે આ ગ્રહણ નિહાળી શકાશે. એના માટે કોઈ અલગ ઉપકરણની જરૂર નથી, ચંદ્ર ગ્રહણજોવાથી આંખોને નુકસાન થતું નથી. આજે રાત્રે વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા છે. જો એમ થશે તો ઇન્ટરનેટ પર વિવિધ વેબસાઇટ્સ પર ચંદ્ર ગ્રહણનું લાઇવ સ્ટ્રીમીંગ નિહાળી શકાશે.