શહેર અને જિલ્લામાં 150 જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમથી બાપાનુ સ્થાપન

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી મનાવાય છે. આ દિવસે ગણેશજીનો જન્મ થયો હોવાનુ માનવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં 150 જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમથી બાપાનુ સ્થાપન કરાયુ હતુ. ત્યારે પર્યાવરણને નુકશાન થતુ રોકવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનુ સ્થાપન ઘરમાં કરાયુ હતુ. ભક્તોએ શુભ મૂહુર્તમાં ડીજેના તાલે વાજતે ગાજતે બાપાને બેસાડીને પૂજા અર્ચના કરી હતી. ગણેશ ચોથના દિવસે શહેરભરમાં વહેલી સવારથી દુંદાળા દેવનુ સ્થાપન કરવામાં આવતુ હતુ. ડીજેના તાલે ભક્તો નાચ ગાન કરતા જોવા મળતા હતા. શોભાયાત્રા કાઢવામાં આવતી હતી. તો ક્યાંક રાસ ગરબા પણ જોવા મળતા હતા.