ગુજરાતે મહારાષ્ટ્રને આપ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આમંત્રણ

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ પ્રતિનિધિમંડળમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, તથા કનુભાઈ પરમાર, નાણા વિભાગના સેક્રેટરી મિલિંદ તોરવણે જોડાયા હતા.