કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે 324 લોકોનાં મોત

કેરળ 100 વર્ષોમાં સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. વીતેલા નવ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 180 લોકોનાં મોત થયાં છે. જ્યારે મોનસૂનની સીઝનમાં મેથી અત્યાર સુધીમાં 324 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યના 12 જિલ્લાઓમાં 3.14 લાખ લોકો બેઘર થઇ ચૂક્યા છે. તેમને 1568 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી પીનરાઈ વિજયન સાથે ચર્ચા પછી નરેન્દ્ર મોદી મોડી રાતે કેરળ પહોંચ્યા.