રાજપારડી પાસે પૂરમાં બસ ફસાઇ, 17 મુસાફરોનું રેસક્યુ

રાજપારડી નજીક ખાડીનું નાળું તૂટતાં એસટી બસ ૧૭ મુસાફરો સાથે નાળામાં ફસાઇ ગઈ હતી. રાજપારડી પોલીસે એકલા હાથે પોતાના જીવની ચિંતા કર્યા વગર તમામ મુસાફરોને બચાવ્યા હતા. પોલીસના લાખ સંપર્ક બાદ પણ હાલ સુધી પ્રાંત અધિકારી તરફથી કોઈ સહાય મળી નથી. એસટી બસના મુસાફરોને જીવના જોખમે બચાવનારા પોલીસ જવાનોને સન્માનિત કરવાની જાહેરાત જિલ્લા પોલીસ વડા સંદીપસિંઘે કરી હતી.