સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન મોદી કરશે 

સરદાર પટેલનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે રાત્રે અમદાવાદ આવી પહોંચશે.પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે બુધવારે સવારે નવ વાગ્યે તેઓ કેવડિયા કોલોનીપહોંચશે.પીએમ મોદી પ્રતિમાના સ્થળે ખાસ બનાવેલ વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટીની મુલાકાત લઈને સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કાર્યક્રમ પતાવી આશરે એક વાગ્યાની આસપાસ વડોદરાથી નવી દિલ્હી જવા નીકળશે.

વાંચો આ છે વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો…

-30મીએ રાત્રે 9.30 કલાકે અમદાવાદ આવશે.

-ગાંધીનગર રાજભવન પહોંચી રાત્રી રોકાણ કરશે.

-31મીએ હેલિકોપ્ટર દ્વારા સવારે 8.55 કલાકે કેવડિયા જશે.

-9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે.

-10થી બપોરના 12 સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનો સમારોહ

-બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે.

-12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે

-બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે