રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણૂંક કરી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણૂંક કરી છે. કુલ 9 જિલ્લા તથા 3 શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, તાપી જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ, નડિયાદ તથા વડોદરા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે.