સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની

બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. 2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.આ વર્ષે સની લિયોની માત્ર એક મલયાલમ ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ તેની બોયોપિક કરનજીત કૌર ધ અનટોલ્ટ સ્ટોરીએ તેને આ વર્ષની સૌથી મોટી ગૂગલ સેલિબ્રિટી બનાવી દિધી. સની લિયોનીએ આ યાદીમાં બોલીવૂડ સ્ટાર સલમાન ખાન, કૈટરીના કૈફ, દીપિકા પાદૂકોણ અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડ્યા છે.