જમ્મુ-કાશ્મીરના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાબળોએ હિજબુલના પાંચ આતંકીઓને ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાબળોએ હિજબુલના પાંચ આતંકીઓને ઠાર કરી દીધા છે. કિલૂરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે મોડી રાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વિસ્તારમાં હજુ પણ અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાતથી અહીં ફાયરિંગ ચાલી રહ્યું છે. તેમાં લશ્કરના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. આજે સવારે પણ થયેલા ગોળીબારમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.