પેટીએમના માલિક વિજય શેખર શર્માનો પર્સનલ ડેટા ચોરી કરીને રૂ. 20 કરોડની ખંડણી માંગવાની ઘટના

પેટીએમના માલિક વિજય શેખર શર્માનો પર્સનલ ડેટા ચોરી કરીને રૂ. 20 કરોડની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. વિજય શર્માના અંગત ડેટા કંપનીના જ ત્રણ કર્મચારીઓએ ચોરી લીધા હતા અને ત્યારપછી વિજય શેખરને બ્લેકમેલ કરવામાં આવતાં હતા. આ બાબતે નોઈડાના સેક્ટર 20માં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે બ્લેકમેલ કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. જે વિજયની સેક્રેટરી છે.