જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક જવાનનું અપહરણ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક જવાનનું અપહરણ કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવારનો દાવો કર્યો છે કે ગઇકાલે રાત્રે કાશ્મીરના ત્રાલમાંથી આતંકવાદીઓ તેને ઉઠાવી ગયા હતા. અત્યાર સુધી જવાનનો કોઇ પુરાવો મળ્યો નથી. મુદાસિર અહમદ નામનો આ જવાન અવંતિપુરાના રાશિપુરામાં તૈનાત હતો. પોલીસનું કહેવું છે કે મુદાસિરના અપહરણની ઘટનાની પુષ્ટી કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.