સરગાસણ અને કુડાસણ વિસ્તારમાં મળીને 50 જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા

ગુડા દ્વારા ગત શક્રવારથી ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં શરૂ કરાયેલી દબાણ હટાવ ઝંબેશમાં મંગળવારે સરગાસણ અને કુડાસણ વિસ્તારમાં મળીને 50 જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા હતાં. હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં ગેરકાયદે દબાણ અને વાહન પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા કડક વલણ અખત્યાર કરાયાની સાથે તમામ મહાપાલિકા અને અર્બન ઓથોરિટીના વિસ્તારમાં તેનો અમલ કરવા મુખ્યમંત્રીએઆ કહ્યા પછી ગુડા પણ હરકતમાં આવ્યું છે. આ સાથે 4 દિવસમાં 200 જેટલા દબાણ ખસેડી દઇને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવાઇ છે.