ગાંધીનગરમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરતું મનપા

ગાંધીનગર મહાપાલિકાની દબાણ ટીમ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી શહરેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે દિવાળી બાદ વેપાર-ધંધા ફરી શરૂ થતા શહેરના સેક્ટર 24માંથી 36 કિલો પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી.જેના કારણે વેપારીઓમાં દોડધામ મચી પામી હતી.